Author Archives: મિહિર પાઠક

About મિહિર પાઠક

Hey!!! I am Mihir Pathak – I am from Gujarat, India…. I love Art + Technology+ Spirituality I am Technopreneur, Amateur Writer, Inventor

સાવ નાનકડા ગામમાં આવેલી અદભુત સંસ્થા “સખ્યમ” કેવો વિદ્યાયજ્ઞ કરે છે ?

– શ્રી રજનીકુમાર પંડ્યા કોઇ કોઇ ગામના નામ એવાં હોય કે બદલી નાખવાનું મન થાય. વિચાર આવે કે આવા રળીયામણા સ્થળનું નામ આવું તે કેવું !- સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાના ધોરાજીથી જરા પંદરેક કિલોમીટર આગળ જાઓ તો ઉપલેટા આવે અને તેથી … Continue reading

Posted in sanstha-parichay | Tagged | Leave a comment

ક્યાંથી આવતો હતો એના દિમાગમાં આટલો બધો ઉત્પાત ?

‘કોઈ ટપાલ ?’ જવાબમાં શાંતાબેન ‘તાઈ’એ મર્મભર્યું હસીને પતિના હાથમાં એક પોસ્ટકાર્ડ મૂક્યું. સુરેન્દ્રનગરના ધ્રુવ બાલાશ્રમના સ્થાપક-સંચાલક તરીકે નાગજીભાઈ દેસાઈના હાથમાં અનેક પત્રો આવતા. એમાં દરેક કાગળમાં કંઈ મર્મભર્યું હસવાનું નહોતું આવતું. પણ આમાં હતું. કચ્છથી આવ્યો હતો. “આપને બન્નેને … Continue reading

Posted in sanstha-parichay | Tagged , | 1 ટીકા

આવા શિષ્યોની ગુરુભક્તિ માત્ર ગુરુને જ નહીં, ગામનેય ફળે છે.

એક કાળે ત્યાં બે ગામ હતાં. હવે એક જ છે. એમ કેમ ? તે એમ કે બન્ને ગામની વચ્ચે નાવલી નામે નાનકડી એવી નદી હતી. પણ કાળક્રમે તે લુપ્ત થઇ  ગઇ, એટલે અગાઉ પણ એક જેવા બની ગયેલા એ બન્ને … Continue reading

Posted in sanstha-parichay | 2 ટિપ્પણીઓ

ઇકોવર્સીટી – અનોખી યુનિવર્સિટી

– મિહિર પાઠક મને ઘણા લોકો પૂછે કે આ એકવીસમી સદીમાં ગાંધીવિચાર કેટલો શાશ્વત ? કે પછી કેટલો ટકશે ? ગાંધી વિચાર તો યુવાનોને આકર્ષવામાં સાવ કાચો રહ્યો છે અને આજની સદી તો યુવાનોની જ છે એટલે મને નથી લાગતું … Continue reading

Posted in sanstha-parichay | 4 ટિપ્પણીઓ

ગુજરાતના ફ્રોઈડ : હરભાઈ ત્રિવેદી

– અશોક સોમપુરા હરભાઈ ત્રિવેદી નો ટૂંકો પરિચય ગુજરાતના ભાવનગર જિલ્લાના વરતેજ ગામમાં 14 નવેમ્બર 1891ના રોજ જન્મેલા શ્રી હરભાઈનું નામ હરિશંકર હતું. માતા જીવકોરબા અને પિતા દુર્લભજી ત્રિવેદીનું તેઓ સંતાન. કેળવણીની પાયાની સંકલ્પનાઓને વ્યવહારમાં મૂકી મુલવવા હરભાઈ મહિને માત્ર … Continue reading

Posted in vyakti-parichay | 1 ટીકા

રોટલી અને મીઠું ખાઈને મુંબઈ કૉલેજમાં ભણ્યા નાનાભાઈ ! (ભાગ – ૩)

– જુગલકિશોર મુંબઈમાં એક ઓળખીતા ને પુરા સજ્જન એવા એક શેઠે નાનાભાઈને પોતાને ઘેર જમવાની ગોઠવણ કરેલી. વીદ્યાર્થી અવસ્થામાં આવી રીતે ભોજનની વ્યવસ્થા ગોઠવાય તે એ જમાનામાં સામાન્ય ગણાતું. પણ એક દીવસ શેઠાણીએ રસોઈ કરનાર મહારાજને ઠપકો આપ્યો કે મહારાજ, … Continue reading

Posted in vyakti-parichay | Tagged | 1 ટીકા

અંત:સત્ત્વથી છલોછલ વ્યક્તીત્ત્વ : નાનાભાઈ (ભાગ – ૨)

– જુગલકિશોર ઓગણીસમી સદીની અધવચ્ચે લગભગ આપણું ગુજરાત કલેવર બદલવા લાગ્યું હતું. અર્વાચીન ગુજરાત માટેનું કાઠું બંધાવા લાગ્યું હતું. પ્રજાના જીવનમાં દરેક બાબતે નવા પ્રાણ ફુંકાવા લાગ્યા હતા.વીસમી સદી જેવી શરુ થઈ કે તરત જ આ બધામાં વેગ આવી ગયો … Continue reading

Posted in vyakti-parichay | Tagged | 1 ટીકા

જીવનશીલ્પી નાનાભાઈ ભટ્ટ (ભાગ – ૧)

– જુગલકિશોર નાનાભાઈ ભટ્ટ નો ટૂંકો પરિચય પૂરું નામ: નૃસિંહપ્રસાદ કાલિદાસ ભટ્ટ જન્મ: ૧૧ નવેમ્બર ૧૮૮૨ના રોજ ભાલ વિસ્તારનાં પચ્છેગામમાં અભ્યાસ: વેદાંત અને અંગ્રેજી વિષયો સાથે બી.એ., ૧૯૦૭માં એ જ વિષયોમાં મુંબઈથી એમ.એ., પછી એસ.ટી.સી અવસાન: ૩૧ ડિસેમ્બર ૧૯૬૧ જીવન … Continue reading

Posted in vyakti-parichay | Tagged | 2 ટિપ્પણીઓ

વંદનીય વિદ્યાપુરુષઃ કનુભાઈ જાની

– શ્રી નીતિન વડગામા ખાદીનાં વસ્ત્રોથી સોહતો બેઠી દડીનો દેહ, આયખાના આઠ દસકા વિતાવ્યા છતાં યે ચહેરા પર તાજા ગુલાબ જેવી તાજગી, આંખોમાં મ્હોરતી બાળસહજ મુગ્ધતા, વિચારની સમૃદ્ધિ અને વાણીની બુલંદી તેમજ વ્યક્તિત્વમાંથી નીખરતું તપનું તેજ – એ બધાંનું મૂર્તરૂપ … Continue reading

Posted in vyakti-parichay | Tagged | 3 ટિપ્પણીઓ

ગંગાજળા વિદ્યાપીઠના સર્જક આદરણીય ડોલરકાકા

– જુગલકીશોર શ્રી ડોલરરાય માંકડ નો ટૂંકો પરિચય પૂરું નામ: માંકડ ડોલરરાય રંગીલદાસ જન્મ: ૨૩-૧-૧૯૦૨ – કચ્છ જિલ્લાના જંગી-વાગડમાં અભ્યાસ: વતન જોડિયા (જિ. જામનગર). પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ જોડિયા અને રાજકોટમાં. ૧૯૨૦માં મૅટ્રિક. ૧૯૨૪માં કરાંચીની ડી.જે. સિંધ કૉલેજમાંથી સંસ્કૃત-ગુજરાતી વિષયો સાથે બી.એ. … Continue reading

Posted in vyakti-parichay | Tagged , | 1 ટીકા