ઇકોવર્સીટી – અનોખી યુનિવર્સિટી

મિહિર પાઠક

મને ઘણા લોકો પૂછે કે આ એકવીસમી સદીમાં ગાંધીવિચાર કેટલો શાશ્વત ? કે પછી કેટલો ટકશે ? ગાંધી વિચાર તો યુવાનોને આકર્ષવામાં સાવ કાચો રહ્યો છે અને આજની સદી તો યુવાનોની જ છે એટલે મને નથી લાગતું આ બધું તીકડમ કઈ ટકે. હવે તમારેય સપનામાંથી બહાર આવી આગળ વધવું જોઈએ.

હું આ બધું જ એક સુંદર સ્મિત સાથે સાંભળતો રહું અને છેલ્લે એક વાક્યમાં જવાબ આપું, ‘ભાઈ, ગાંધી કે વિનોબા બધું ઘરમાંથી ઉપજાવતા નથી. આ વિચારો તો અનાદિકાળથી ચાલ્યા આવે છે. સત્ય અને અહિંસા કંઈ પ્રયોગશાળામાં નથી શોધાયાં. સત્ય તો બ્રહ્માંડ જન્મ્યું તે પહેલાંથી અસ્તિત્વ ધરાવે છે. રહી વાત યુવાનોને આકર્ષવાની, તો કહી દઉં કે, યુવાનોમાં સાચાખોટાની પરખ છે. એ કદાચ ગાંધીથી નહિ તો ‘અલટરનેટિવ લાઈફ સ્ટાઇલ’ થી આકર્ષાય. પાયાની કેળવણીથી નહિ તો ‘હોમ સ્ફુલિંગ’ થી આકર્ષાય. ગ્રામ વિદ્યાપીઠ નહિ તો ‘ઇકોવર્સિટી’ થી આકર્ષાય. યુવાન પોતાનો રસ્તો શોધી લેશે.. નહિ મળે તો રસ્તો બનાવશે…

આજે કંઈક એવા જ પ્રયોગની વાત કરવી છે. જો તમારી જાણમાં હોય તો અત્યારે શિક્ષણક્ષેત્રે દુનિયામાં એક અભિનવ શાંત ક્રાંતિ આકાર પામી રહી છે. હવે લોકો હોમ સ્ફુલિંગ અને અલટરનેટિવ સ્ફુલિંગ તરફ વળી રહ્યા છે અને આ હરીફાઈભર્યા, કોલોનાઇઝ શિક્ષણને માત આપી રહ્યા છે. આ જ પ્રમાણે હાયર એજ્યુકેશનમાં ઇકોવર્સિટી નામે એક ક્રાંતિકારી ચળવળ ચાલી રહી છે.

ઇકોવર્સિટી એટલે લોકો અને સમૂહોનું એવું નેટવર્ક કે જેઓ જ્ઞાન મેળવવાની પ્રક્રિયાને આપણી પ્રકૃતિ અને સંસ્કૃતિ સાથે સ્થાપિત કરવા મથી રહ્યા છે.
આજની યુનિવર્સિટીઓ જયારે એમ કહે કે મારા ગામમાં રહેતા બા-દાદાને અંગ્રેજી નથી આવડતું એટલે તેઓ પછાત છે, તેમની પાસે કોઈ જ્ઞાન નથી. જયારે ખરેખર તેમની પાસે જે અનુભવજ્ઞાન અને જીવન–નિચોડ છે તે આજની યુનિવર્સિટીઓ કોઈ સંજોગોમાં આપી શકે તેમ નથી.

ઇકોવર્સિટી ગ્રામાભિમુખ, પ્રકૃતિઅભિમુખ અને સંસ્કૃતિઅભિમુખ જ્ઞાન આપવાના લક્ષ્ય સાથે આકાર પામી છે. આ પ્રકારની યુનિવર્સિટીઓમાં મોટાં મોટાં બિલ્ડીંગો કે સંસાધનો નથી હોતાં પરંતુ એક અહિંસક અને રચનાત્મક સમાજ કેળવવાની ચાહ હોય છે.

અહીં વિદ્યાર્થીઓને કોલોનાઇઝ ભણતરથી દૂર લઈ જઈ પ્રકૃતિ સાથે સંવાદ કરતા શીખવવામાં આવે છે. એન્વારોન્મેન્ટ સસ્ટેનબિલિટી, સોસિઅલ જસ્ટિસ, નેચરલ હીલિંગ, ગિફ્ટ ઇકોનોમી, લોકલ મીડિયા, વગેરે બાબતો પ્રત્યે જાગૃત કરવામાં આવે છે. અને ગ્રામભિમુખ ‘ઇકો લાઇવલીહુડ’ કે ‘ગ્રીન આંત્રરપ્રિનિયોરશિપ’ શીખવવામાં આવે છે જેથી અહીંના વિધાર્થીઓ એક નવી રાહ પર જીવન જીવી શકે.

ઉપર જણાવેલ મુદ્દા કાંઈ નવા નથી; ગાંધીએ વર્ષો પહેલાં અને વેદોએ સદીઓ પહેલાં આ વાત કહી હતી. પણ સમય બદલાય તેમ માધ્યમ પણ બદલાય. આજે આ ઇકોવર્સિટીરૂપે આ વાત સમાજ સુધી પહોંચાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આપણે જેને ગ્રામ વિદ્યાપીઠ કે રૂરલ યુનિવર્સિટી કહીએ છીએ તે આવી ન હોઈ શકે ? મારા મતે તો આ પણ નઈ તાલીમનો જ એક પ્રયોગ છે.

આપણા ભારતમાં ‘સ્વરાજ યુનિવર્સિટી’ નામે ઉદેપુરમાં આ પ્રકારની ઇકોવર્સિટી આવેલી છે. આગળ જણાવ્યું તેમ અહીં કોઈ મોટાં બિલ્ડીંગો કે મોટી મોટી ડિગ્રીધારી પ્રોફેસરો નથી. ઉદેપુરથી થોડે દૂર એક ખેતરમાં ‘તપોવન આશ્રમ’ નામે એક રળિયામણું કૅમ્પસ આવેલું છે. અહીં વિદ્યાર્થીઓ માટે બે વર્ષનો ‘સેલ્ફ ડાયરેકટેડ લર્નિંગ પ્રોગ્રામ’ ચાલે છે. જેમાં 16 થી 25 વર્ષના યુવાનો પ્રવેશ લઈ શકે છે. અહીં આ વિદ્યાર્થીઓને ‘ખોજી’ કહેવામાં આવે છે. આ પ્રોગ્રામ પૂર્ણ કર્યા બાદ કોઈ સર્ટિફિકેટ – ડિપ્લોમા-ડિગ્રી કંઈ જ આપવામાં આવતું નથી.
અહીં યુવાનોને પ્રકૃતિ સાથે તાલમેલ બેસાડીને કેવી રીતે જીવવું, લોકશાહી અને નાગરિક તરીકેની ફરજો, આપણા દૈનિક જીવનમાંથી વૈશ્વિક સ્તરે થતા ફેરફારો, કહેવાતો ‘વિકાસ’ , અર્થ વ્યવસ્થા જેવા વિષયો ઉપર વર્કશોપ અને પ્રયોગો દ્વારા સમજ આપવામાં આવે છે. તદુપરાંત સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. અને આ રોજગાર પણ ગ્રામભિમુખ, પ્રકૃતિરક્ષક અને અંતે કોઈના ચહેરા પર સ્મિત રેલાવતો હોવો જોઈએ. આ પ્રકારના ગ્રીન એન્ટરપ્રાઇસ વિશેની તાલીમ લેવા માટે વિદ્યાર્થીઓને ગુરુ-શિષ્ય પદ્ધતિ પ્રમાણે દેશ-વિદેશમાં ફેલાયેલા વિવિધ વિષયોના મેન્ટર્સ પાસે મોકલવામાં આવે છે. વિદ્યાર્થીઓ નિશ્ચિત સમય માટે મેન્ટર્સ પાસે રહી તાલીમ મેળવે છે. વિવિધ સામાજિક સંસ્થાઓમાં જઈ કામ કરે છે, અને પોતાનો ‘પોર્ટફોલિઓ’ બનાવે છે. જેમાં પોતે કરેલા પ્રોજેક્ટ્સની વિગતો, મેન્ટર્સ પાસેથી ફીડબેક, સેલ્ફ અસેસમેન્ટ, વગેરેનો સમાવેશ કરે છે.

સ્વરાજ યુનિવર્સિટી વિષેની વધુ માહિતી

image

દુનિયાના 20 દેશોમાંથી આ પ્રકારની 50 થી વધુ સંસ્થાઓનું મિલન ઓગસ્ટ 2015માં પોર્ટુગલના તમેરા પિસ એન્ડ રિસર્ચ સેન્ટર – એન ઇકો વિલેજમાં યોજાયું હતું. અહીં છ દિવસની ‘અન કોન્ફરન્સ’ દરમિયાન વિશ્વશાંતિના લક્ષ્ય સાથે રચનાત્મક કામ કરતી સંસ્થાઓએ એકબીજા વિષે અને એકબીજાના કાર્ય વિષે પરિચય મેળવ્યો તથા એકબીજાના અનુભવોમાંથી શીખવાનો પ્રયત્ન કર્યો.
આ કાર્યક્રમમાં ભારતમાંથી નીચે પ્રમાણેની સંસ્થાઓએ પ્રતિનિધિત્વ કર્યું હતું, જે આપણા માટે ખૂબ ગર્વની વાત છે.

1. સ્વરાજ યુનિવર્સિટી (ઉદેપુર)
2. આદિવાસી એકેડમી (ગુજરાત)
3. બીજ વિદ્યાપીઠ (દુન વેલી)
4. ઓરુવિલે (પોન્ડેચેરી)
5. યુરો યુનિવર્સિટી (ગુજરાત – સુરત)
6. બેરફુટ યુનિવર્સિટી (ટીલોનીઆ)

આ કાર્યક્રમ વિષે વિગતવાર અહેવાલ અહીં વાંચો
1. Gathering of Kindred Folk Re- Imagining Higher Education!
2. Eco-versities Gathering: August 20-26th in Tamera

Advertisements

About મિહિર પાઠક

Hey!!! I am Mihir Pathak – I am from Gujarat, India…. I love Art + Technology+ Spirituality I am Technopreneur, Amateur Writer, Inventor
This entry was posted in sanstha-parichay. Bookmark the permalink.

4 Responses to ઇકોવર્સીટી – અનોખી યુનિવર્સિટી

 1. jugalkishor કહે છે:

  ભાઈ મિહિરે ઉપાડેલું આ મહાકાર્ય – આજના શીક્ષણની દશા અને દીશા તરફ નજર માંડતાં લાગે છે કે બહુ સમયસરનું બની રહેશે તેમ લાગે છે. સંનિષ્ઠ કેળવણીના લેખો જોતાં ને તેમાંય આજનો આ લેખ જોતાં શીક્ષણક્ષેત્રે રસ ધરાવતાં લોકો માટે એક સારું વાચનક્ષેત્ર ખુલ્યું છે.

  અભીનંદન અને શુભેચ્છાઓ સાથે –

  Like

 2. સુરેશ જાની કહે છે:

  બહુ જ સરસ અને ઉમદા પ્રયત્ન. ગમ્યો. સફળતા માટે શુભેચ્છાઓ.

  Like

 3. pragnaju કહે છે:

  સુંદર અને ઉમદા કાર્ય બદલ શુભેચ્છાઓ
  ‘એન્વારોન્મેન્ટ સસ્ટેનબિલિટી, સોસિઅલ જસ્ટિસ, નેચરલ હીલિંગ, ગિફ્ટ ઇકોનોમી, લોકલ મીડિયા, વગેરે બાબતો પ્રત્યે જાગૃત કરવામાં આવે છે. અને ગ્રામભિમુખ ‘ઇકો લાઇવલીહુડ’ કે ‘ગ્રીન આંત્રરપ્રિનિયોરશિપ’ વિશ્વની દરેક યુની.મા આવા અભ્યાસક્રમ હોય એ માનવ કલ્યાણ માટે ખૂબ જરુરી

  Like

 4. Vimala Gohil કહે છે:

  આજના શીક્ષણની દશા, ઇકોવર્સિટી જેવા શૈક્ષણિક અભિગમો તેમજ આજના યુવાનોની સાચી પરખ અંગેનો સંનિષ્ઠ કેળવણીનો લેખ બહુ સરસ.

  Like

આપનો પ્રતિભાવ અહીં >>>

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s