અંત:સત્ત્વથી છલોછલ વ્યક્તીત્ત્વ : નાનાભાઈ (ભાગ – ૨)

જુગલકિશોર

ઓગણીસમી સદીની અધવચ્ચે લગભગ આપણું ગુજરાત કલેવર બદલવા લાગ્યું હતું. અર્વાચીન ગુજરાત માટેનું કાઠું બંધાવા લાગ્યું હતું. પ્રજાના જીવનમાં દરેક બાબતે નવા પ્રાણ ફુંકાવા લાગ્યા હતા.વીસમી સદી જેવી શરુ થઈ કે તરત જ આ બધામાં વેગ આવી ગયો હતો ને એમ અર્વાચીન ગુજરાતની શરુઆત થઈ ગઈ હતી.આ લગભગ એક આખી સદીનો ઈતીહાસ પ્રેરણાદાયી છે.

પણ આ બધું કાંઈ એમને એમ થતું નથી. કેવળ કાળબળથી થતાં પરીવર્તનોમાં નવો પ્રાણ ને તાકાત  પુરાય છે તે તો જે તે જમાનામાં અવતાર લેતા અને અંદરની તાકાતથી છલોછલ ભરેલા એવા કેટલાક જ્યોતીર્ધરોના જીવનભરના પુરુષાર્થથી થાય છે.

એક ઉજ્જ્વલ મોતી :
આવા કેટલાક માનવીઓમાંના એક માનવીનું નામ નાનાભાઈ ભટ્ટ છે. 1882માં એમનો જન્મ. એટલે કે આજથી બરાબર સવાસો વરસ પહેલાં ! બ્રાહ્મણોની એક સાવ નાની શાખા પ્રશ્નોરા જ્ઞાતીમાં પૈસેટકે નાના ગણાય એવા કુટુંબમાં તેઓ જન્મ્યા. આ જ્ઞાતી એકંદરે ગરીબ કહેવાય પણ ભણવું ભણાવવું, આયુર્વેદની જાણકારી અને એ કળામાં નીપુણતા; કાવ્યશાસ્ત્રવીનોદ તો એમના સ્વભાવમાં અને ભાગવત-પારાયણ, કથાવાર્તા દ્વારા જીવનનીર્વાહ કરવાની પરંપરા. નાનાભાઈના કુટુંબમાં પણ આ પરંપરા ચાર-પાંચ પેઢીઓથી ચાલી આવે…

સંસ્કાર અને સંકલ્પબળ :
નાનાભાઈનું બાળપણ સામાન્ય ગરીબ કુટુંબના બાળક જેવું જ. નાનીમોટી ચોરી, તોફાન,મોટીબાના લાડ-બધું જ હતું. પણ યુવાવસ્થામાં આવતાં જ ચારેબાજુથી જાતજાતના સંઘર્ષો એમને ઘેરી વળેલા.

ચૌદેક વરસની ઉંમરે લગ્ન થઈ ગયાં.એક બાજુ બધી વાતે પુરા એવા દોસ્તો અને બીજી બાજુ નીર્મળ અને અભીજાત સંસ્કારોવાળી પત્ની શીવબાઈ. ત્રીજીબાજુથી  અભ્યાસ માટેની આર્થીક પ્રતીકુળતા અને તે છતાં આગળ ખુબ ભણવાની તાલાવેલી. આમ, યુવાનીને સારો કે માઠો ઘાટ ઘડવા માટે બધા સંજોગો હતા. સાધારણ માણસ હોય તો માઠા ઘાટનો ઘડાઈ જતાં વાર લાગે નૈં ! પણ આ તો હતા નાનાભાઈ. હાડમાં પડેલા સંસ્કારો અને એમનું સંકલ્પબળ મદદે આવ્યા વીના રહે કાંઈ ?!

નવવધુ શીવબાઈના આવતાંક ને બધા જ ભાઈબંધોની ટોળકી છોડી દીધી. વધુ અભ્યાસ માટે સ્કોલરશીપ મેળવવાની તૈયારી રુપે સારા માર્ક્સ લાવવા કમર કસી અને એટલા બધા માર્ક્સ લાવ્યા કે કૉલેજના અભ્યાસ માટેના માર્ગો મોકળા થઈ ગયા !!

About મિહિર પાઠક

Hey!!! I am Mihir Pathak – I am from Gujarat, India…. I love Art + Technology+ Spirituality I am Technopreneur, Amateur Writer, Inventor
This entry was posted in vyakti-parichay and tagged . Bookmark the permalink.

1 Responses to અંત:સત્ત્વથી છલોછલ વ્યક્તીત્ત્વ : નાનાભાઈ (ભાગ – ૨)

  1. pragnaju કહે છે:

    ‘નવવધુ શીવબાઈના આવતાંક ને બધા જ ભાઈબંધોની ટોળકી છોડી દીધી. વધુ અભ્યાસ માટે સ્કોલરશીપ મેળવવાની તૈયારી રુપે સારા માર્ક્સ લાવવા કમર કસી અને એટલા બધા માર્ક્સ લાવ્યા કે કૉલેજના અભ્યાસ માટેના માર્ગો મોકળા થઈ ગયા !!’આ પ્રેરણાદાયી વાત આજે જ જાણી આનંદ

    Like

આપનો પ્રતિભાવ અહીં >>>